ઇલેક્ટ્રિસિટી વાયદાની સંગીન શરૂઆતઃ કામકાજના પ્રથમ દિવસે 2,021 લોટના વોલ્યુમ સાથે વાયદામાં તેજીનો કરંટ
સોનાના વાયદામાં રૂ.450 અને ચાંદીના વાયદામાં રૂ.1,311નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.48 નરમઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.13675.19 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62895.49 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 10441.01 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22607 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.76572.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13675.19 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62895.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22607 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.938.4 કરોડનું થયું હતું.
દરમિયાન નવા શરૂ થયેલા ઇલેક્ટ્રિસિટીના વાયદાને ટ્રેડરોનો બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદામાં કામકાજના પ્રથમ દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં રૂ.44.51 કરોડની કીમતનાં 2,021 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઇન્ટરેસ્ટ 466 લોટના સ્તરે રહ્યો હતો. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4105ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4465 અને નીચામાં રૂ.5821ના સ્તરને સ્પર્શી, રૂ.165ના ઉછાળા સાથે રૂ.4445ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર વાયદો રૂ.144 વધી રૂ.4,577 અને ઓક્ટોબર વાયદો રૂ.18 વધી રૂ.4,820ના સ્તરે ટ્રેડ થઇ રહ્યો હતો.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10441.01 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.96548ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96975 અને નીચામાં રૂ.96444ના મથાળે અથડાઈ, રૂ.96461ના આગલા બંધ સામે રૂ.450 વધી રૂ.96911ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ વાયદો 8 ગ્રામદીઠ રૂ.330 વધી રૂ.78079ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ વાયદો 1 ગ્રામદીઠ રૂ.32 વધી રૂ.9794ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.430 વધી રૂ.96881ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.96690ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97127 અને નીચામાં રૂ.96322ના મથાળે અથડાઈ, રૂ.96644ના આગલા બંધ સામે રૂ.416 વધી રૂ.97060ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.107320ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.108839 અને નીચામાં રૂ.107300ના મથાળે અથડાઈ, રૂ.107265ના આગલા બંધ સામે રૂ.1311 વધી રૂ.108576 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.1209 વધી રૂ.108422ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.1215 વધી રૂ.108404ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1970.04 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.5848ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5871 અને નીચામાં રૂ.5821ના સ્તરને સ્પર્શી, રૂ.5879ના આગલા બંધ સામે રૂ.48 ઘટી રૂ.5831ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.47 ઘટી રૂ.5833ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.5 વધી રૂ.276.6ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.3.2 વધી રૂ.276.6 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.906ના ભાવે ખૂલી, 30 પૈસા વધી રૂ.907.3 થયો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.400 ઘટી રૂ.54900 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5876.69 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4564.32 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 734.97 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 89.35 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 25.21 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 384.30 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 525.39 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1400.14 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.36 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.13 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15047 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 49783 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16823 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 229166 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 19987 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17033 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37908 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 154224 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 466 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 18674 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 44355 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22525 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22623 પોઇન્ટના સ્તર અને નીચામાં 22525 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 153 પોઇન્ટ વધી 22607 પોઇન્ટના સ્તરે હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.29 ઘટી રૂ.83.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.1 વધી રૂ.12.35ના ભાવે બોલાયો હતો.
સોનું જુલાઈ રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.177.5 વધી રૂ.1103.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.564.5 વધી રૂ.2511 થયો હતો. તાંબું જુલાઈ રૂ.890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 97 પૈસા વધી રૂ.11.73ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.18 વધી રૂ.3.41 થયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.7 વધી રૂ.97.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 ઘટી રૂ.10.55 થયો હતો.
સોનું જુલાઈ રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.201.5 ઘટી રૂ.740 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.591.5 ઘટી રૂ.2023.5ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.64 ઘટી રૂ.8.79ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 82 પૈસા ઘટી રૂ.0.34ના ભાવે બોલાયો હતો.