Vadodara,તા.11
ડભોઇ રોડ સોમા તળાવ નજીક રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષના જૈમિનકુમાર અશોકભાઇ વણકર પ્રતાપ નગર રેલવે સ્ટાફ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેના લગ્ન થયા નથી. ચાર વર્ષ પહેલા પિતાનું અવસાન થતા તેમની જગ્યાએ તેને નોકરી મળી હતી. ગઇકાલે સવારે તેની બહેન કોલેજ ગઇ હતી. જ્યારે માતા નીચે કામ કરતી હતી. તે સમયે જૈમિનકુમારે ઘરે અગાશી પરની રૃમમાં પંખાના હુક પર દુપટ્ટો બાધી ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. માતા ઉપરના માળે ગઇ ત્યારે પુત્રને ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. જોકે, હજીસુધી આપઘાતનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.