Mumbai, તા.11
ચાંદીની ઔદ્યોગિક અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ સતત વધી રહી હોઈ તેની અસરે ચાંદીમાં ગુરૂવારે દોઢ થી બે ટકાની તેજી જોવા મળી હતી. વૈશ્વિક માર્કેટમાં ગુરૂવારે સોનું 3309.79 ડોલર થી વધીને 33.36 ડોલર થયું હતું.
ચાંદી પણ 36.27 ડોલરથી વધીને 37.44 ડોલર થઈ હતી. ચાંદી વાયદો 37 ડોલરને પાર કરી ગયો હતો. વૈશ્વિક માર્કેટમાં સોનું ગુરૂવારે 0.21 ટકા અને ચાંદી સવા ટકો વધી હતી.
સ્થાનિક માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ રાજકોટમાં રૂ.720 અને અમદાવાદમાં રૂ.500 વધ્યું હતું જ્યારે ચાંદી પ્રતિ કિલો રાજકોટમાં રૂ.3500 વધી હતી. ચાંદી માં ફરી રોકેટ ગતિની તેજી: રૂ. 3500 નો ઉછાળો નોંધાયો છે.
તેની સાથે 113800 નવો રેકોર્ડ બ્રેક ભાવ સામે આવ્યો છે. સોનામાં પણ 700 વધ્યા છે. ટ્રમ્પ ટેરિફ તથા યુક્રેનને હથિયાર આપવાના નિર્ણય થી વિશ્વ બજાર સળગ્યું છે. લંબા અંતરે ભાવમાં મોટો ઉછાળો થયો છે.