Rajkot,તા.11
શહેરના રેલનગર મેઈન રોડ પર રહેણાંક મકાનનો ધી સિકયુરાઈઝેશન એકટ હેઠળ શહેરની પૂર્વ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર સત્યમ શેરસીયાએ કબ્જો લઈ ઓથમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફાસ્ટકચરના અધિકૃત અધિકારીને સોપી આવેલ હતો.તેઓએ આ કામગીરી જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ તેમજ પ્રાંત-1 અધિકારી ડો.સી.એમ.પરમાર અને મામલતદાર અજીત જોશીના માર્ગદર્શન હેઠળ કરી હતી .
આ અંગેની વિગતો મુજબ રીલાયન્સ હોમ ફાયનાન્સ લી. કે જે હાલે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લી. દ્વારા શ્રી નરેશભાઇ પુજાંભાઇ રાઠોડ વિ.-4 ને રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નં. 584 પૈકી 3 ની બીનખેડવાણ અને ઇમારત બાંધવાની મંજુરીવાળી જમીનમાં આવેલ લોર્ડ ક્રિષ્ના સીટી ના નામથી ઓળખાતા વિસ્તારના પ્લોટસ પૈકી પ્લોટ નં.9-10-11-12-13-14 અને 15 ની કુલ જમીન ચો.મી. આ. 1006-46 અને સીટી સર્વે વોર્ડ નં.18, સીટી સર્વે નં.18, સીટી સર્વે નં.1775/ક/પૈકી, ટીપી સ્કીમ નં.19(ડ્રાફટ), એફ્પી નં.9/2 ઉપર આવેલ શ્રધ્ધા એપાર્ટમેન્ટ ના નામના રેસીડેન્સીયલ ક્મ કોમર્શીયલ બહુમાળી બીલ્ડીગ માંહેથી ટાવર-બીના નામથી ઓળખાતી ઇમારત માંહેથી ફોર્થે ફલોર ઉપર આવેલ ફલેટ નં.402 જેનો બીલ્ટઅપ એરીયા ચો.મી.આ.36-94 વાળા ફલેટના વેચાણ દસ્તાવેજ અનુક્રમ નં.3527 તા.24/05/2013 જે નરેશભાઇ પુજાભાઇ રાઠોડના નામે આવેલ છે.
તે મિલ્કત ઉપર કલેકટરના ઘી સિક્યુરાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીય એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એકટ-2002 તળે સિક્યોર્ડ એસેટ નો કબજો લેવા બાબત નો હુકમ નં. જે-એક્સ-સિક્યુ. એક્ટ-કેસ નં. 247/2020 તારીખ:-14/02/2021 ના રોજ હુકમ કરવામાં આવેલ હતો. તે મિલ્કત ઉપર રહેણાંક મકાન નો કબજો આજે સકલ ઓફીસર સત્યમ શેરશીયા દ્વારા લેવામાં આવેલ હતો. આ મિલકત ઉપર તા. 07/09/2019 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. 8,36,938-00 અને ત્યારબાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો.