જસ્થાન ફરવા જવાનું કહી પાંચ દિવસ માટે કાર લઇ ગયા બાદ જીપીએસ કાઢી નાખ્યું, ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો
Rajkot,તા.11
રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે રહેતા યુવાને ગોંડલમાં રહેતા શખસ વિરુદ્ધ સેલ્ફ ડ્રાઇવ પર રૂપિયા 7 લાખની કિંમતની થાર ગાડી લઈ ગયા બાદ પરત ના આપી વિશ્વાસઘાત કર્યા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, મવડી ચોકડી પાસે પટેલનગર મેઇન રોડ પર વેલદીપ સોસાયટી શેરી નંબર- ૧ માં રહેતા ધવલ મુકેશભાઈ સરધારા (ઉ.વ 25) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલમાં રહેતા વિવેક હસમુખભાઈ ડાભીનું નામ આપ્યું છે.ગઈ તા. 14/6/2025 ના સાંજના છ વાગ્યા આસપાસ વિવેક ડાભીનો ફોન આવ્યો હતો કે, મારે અને અમારા મિત્રોને રાજસ્થાન ફરવા માટે જવું છે. જેથી ગાડીની જરૂરિયાત છે જો તમારી થાર ગાડી ફ્રી હોય તો મારે પાંચ દિવસ માટે ભાડે જોઈએ છે. જેથી યુવાને હા કહી હતી અને ગાડીનું એક દિવસનું ભાડું રૂપિયા 4,000 લેખે નક્કી થયું હતું અને થાર નંબર જીજે 3 એનએફ 6177 વિવેક ડાભીને આપી હતી. પાંચ દિવસ બાદ વિવેકને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી યુવાને પોતાની રીતે આ વિવેકની તપાસ કરતા તેનો ક્યાંય સંપર્ક થઈ શક્યો ન હતો. ઠાર ગાડીમાં લગાવેલું જીપીએસ પણ તેણે બંધ કરી નાખ્યું હતું. ત્યારબાદ આજદિન સુધી તે ગાડી પરત આપી ગયો ન હોય અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. સેલ્ફ ડ્રાઇવ પર રૂપિયા કિંમત સાત લાખની કિંમતની થાર ગાડી સેલ્ફ ડ્રાઇવ પર લઈ જઈ પરત ન આપી વિશ્વાસઘાત કર્યા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.