ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આઠ મોબાઈલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અરજદારોને પરત અપાયા
Jasdan,તા.11
જસદણ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે રૂ. 2.43 લાખની કિંમતના અલગ અલગ આઠ મોબાઈલ ફોન શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અરજદારોને પરત અપાવ્યા હતા.
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા સરકારના સીઈઆઈઆર પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરી નાગરિકોના ગુમ થયેલ અથવા ચોરાયેલ મોબાઇલને રિકવર કરવા સૂચના આપવામાં આવી હતી. જે સુચના અનુસંધાને ડીવાયએસપી કે જી ઝાલાના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એસ આર ગોહિલે ગુમ થયેલ અથવા ચોરાયેલ મોબાઈલો શોધી કાઢવા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરવા માર્ગદર્શન આપ્યું હતું. જેથી જસદણ પોલીસની ટીમે અલગ અલગ અરજીઓની તપાસ કરી ટેકનિકલ માહિતી મેળવી કુલ આઠ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત સોંપ્યા હતા. જસદણ પોલીસની ટીમે રૂ. 2,43,409 ની કિંમતના અલગ અલગ કંપનીના કુલ આઠ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત અપાવ્યા હતા.