Morbiતા.12
માળિયા-પીપળીયા સ્ટેટ હાઈવે પર મેજર પુલને ભારે વાહનો માટે બંધ કરવો જરૂરી હોય જેથી બ્રિજની અધિકારી દ્વારા મુલાકાત કરવામાં આવશે અને ફાઈનલ રીપોર્ટ ના આવે ત્યાં સુધી માળિયા –પીપળીયા સ્ટેટ હાઈવે પર આવેલ પુલ (માળિયા ગામ પાસે) ભારે વાહનોના પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) મોરબી તરફથી મળેલ દરખાસ્ત અને પોલીસ અધિક્ષક મોરબીના અભિપ્રાય મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટ કે બી ઝવેરી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) બી અન્વયે મળેલી સત્તાની રૂએ માળિયા-પીપળીયા સ્ટેટ હાઈવે પર આવેલ પુલ (માળિયા ગામ પાસે) પર ભારે વાહનોના પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે છે
વાહનચાલકો જામનગર જવા માટે અમદાવાદ-કચ્છ તરફથી આવતા વાહન વ્યવહાર માટે માળિયાથી પીપળીયા રસ્તાની જગ્યાએ માળિયાથી મોરબી ટંકારા આમરણ ધ્રોલ લતીપર વાળા રોડનો ઉપયોગ કરશે અને જામનગર આમરણ તરફથી આવતા વાહનો પીપળીયા ચાર રસ્તાથી મોરબી થઈને માળિયા કચ્છ તરફ જઈ શકાશે