Morbiતા.12
વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રીજ પરથી ભારે ટ્રકો કે અન્ય ભારે વાહનોના પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવી હતી કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) મોરબી તરફથી મળેલ દરખાસ્ત અને પોલીસ અધિક્ષક, મોરબીના અભિપ્રાય મુજબ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી કે બી ઝવેરી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) બી અન્વયે મળેલી સત્તાની રૂએ વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રીજ પરથી ભારે ટ્રકો કે અન્ય ભારે વાહનોના પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે ચેહ
જેથી રાજકોટ તરફથી આવતા વાહનો માટે બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ડાયવર્ઝન પરથી વાંકાનેર તરફ જઈ શકાશે અને વાંકાનેર તરફથી આવતા વાહનો માટે બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ડાયવર્ઝન પરથી રાજકોટ તરફ જઈ શકાશે પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને જાહેરનામાંની જોગવાઈના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે