સામુ શું જુએ છે. કહી કોસથી તૂટી પડેલા હુમલાખોરો મારામારી કરી ફરાર
Rajkot,તા.12
રાજકોટ શહેરમાં સામાન્ય જન ની કનડગત કરતા માથાભારે ઈસમો નો ઉપદ્રવ દિવસે દિવસે વધતો જાય છે તેમ કોઠારીયા જીવન કિરણ સોસાયટીમાં ભર બપોરે યુવાન પર સામુ જોવા જેવી નજીવી બાબતે કોસ થી હુમલો કરી પગ ભાગી નાખ્યા નો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા જીવન કિરણ સોસાયટીમાં રહેતા અને અભ્યાસ સાથે પિતાને મજૂરી કામમાં મદદ કરતા સુમિત હરિભાઈ કોચરા ગઈકાલે બપોરે દોઢ વાગે કોઠારીયા ની સરકારી સ્કૂલ ના ગ્રાઉન્ડ પાસે હતો ત્યારે ઘર નજીક જ રહેતા જયજોગલ, અને રાજવીર જોગલે ઉર્ફે”ડુગડુગ” અને તેના સાગરીતો એ સુમિત સાથે ઝઘડો કરી લોખંડ નિ કોસ થી હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. હુમલા નો ભોગ બનનાર સુમિતના પિતા હરિભાઈએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર સુમિત ભણે છે અને, ઘર ખર્ચ માટે મદદરૂપ થવા મજુરી કામ પણ કરે છે હુમલાખોર યૂવાનો તેને વારંવાર દબાવતા હતા અને ઘર પાસે વી દાદાગીરી કરતા હોય વારંવાર સુમિત્તે દાદાગીરી ન કરવા સમજાવતા આ હુમલો થયો હોવાનું હરિભાઈ એ જણાવ્યું હતું આ અંગે આજી ડેમ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે