ટ્રક હડફેટે મોતને ભેંટેલા યુવક નો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો
Gondal,
ગોંડલ નજીક ટ્રકની ઠોકરે મોતને ભેટેલા અજાણ્યા યુવાન ના વાલીવારસની શોધ ખોળ પોલીસે હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકા પોલીસ હદમાં અનિડા ભાલુડી ગામ થી ગુંદાળા તરફ જતા રસ્તે શિવ શક્તિ સિમેન્ટ હાર્ડવેર ની દુકાન સામે ટ્રક નંબર gj 3 bw 84 60 એ અજાણ્યા યુવાનને લેતા તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમબાદ વાલી વારસો આવેલા ન હોય પોલીસે ગોંડલ સરકારી હોસ્પિટલ કોલ્ડ સ્ટોરેજમાં જી એ પી લખેલા સફેદ ટીશર્ટ અને ગ્રે કલર ના જીન્સ પહેરેલા યુવાન નો મૃતદેહ સાચવી પોલીસે આ યુવાન ના કોઈ સગા કે ઓળખ મળે તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના૬૩૫૯૬૨૫૭૧૪ અથવા મયુરધ્વજસિંહ૯૦૯૯૯૨૩૦૧૮ નો સંપર્ક કરવા જણાવ્યું છે