રૂ.૨૦.૭૦૦ની રોકડ સાથે, મહિલા સહિત ૧૩ બાજીગર ઝડપાયા
Upleta,તા.12
ઉપલેટા તાલુકામાં પોલીસે બે સ્થળે જુગારના દરોડા પાડ્યા છે. જેમાં અરણી ગામે આવેલી જીતેશભાઈ ભાલોડીયાની વાડીમાં અને મોટી પાનેલીગામે આવેલી ઈકબાલ સુરાની વાડીમાં ભાયાવદર પોલીસે જુગારના દરોડા પાડી, જાહેરમાં જુગાર રમતી મહિલા સહિત ૧૩ પત્તા પ્રેમીને ઝડપી જુગાર ના પટમાંથી રૂ.૨૦.૭૦૦ની રોકડ કબ્જે કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાયાવદર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉપલેટા તાલુકાના અરણી ગામની સીમા આવેલી જીતેશભાઈ ભલોડીયાની વાડીમાં
જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના પગલે ભાયાવદર પોલીસની ટીમે જુગાર નો દરોડો પાડી, વાડીમાં જાહેરમાં જુગાર રમતા જીતેશ જેરાજભાઈ ભાલોડીયા, મયુર મનસુખભાઈ ગૌસ્વામી, સમીર ભરતભાઈ દુદાણી, ઘનશ્યામભાઈ ગોરધનભાઈ અકબરી, વિનુ પ્રેમજીભાઈ તાળા અને સુરેશ ગોરધનભાઈ દલસાણીયા નામના પત્તા પ્રેમીઓને, રૂ. ૨૦.૪૭૦ની રોકડ સાથે અને મોટી પાનેલી ગામે આવેલી ઈકબાલ સોરાની વાડીમાં જાહેરમાં જુગટુ રમતા ઈકબાલ ઓસમાણભાઈ સોરા, જયેશ પોપટભાઈ ચોટાઈ, વિજય બચુભાઈ ઝાલાવાડીયા, ગિરીશ મગનભાઈ ગરાળા અને ચંદુ બાબુભાઈ ચૌહાણ , જીતેન્દ્ર ટપુભાઈ સોલંકી અને જુલેદાબેન ઓસમાણભાઈ સોરાને રૂ. ૨૦.૩૦૦ની કબ્જે કરી છે. આ દરોડાની કામગીરી ભાયાવદર પી આઇ વી સી પરમાર, એ.એસ.આઇ રોહિતભાઈ વાઢેર, કોન્સ્ટેબલ હિમાંશુભાઈ હુણ, શક્તિસિંહ જાડેજા અને મહેશભાઈ ગમારા સહિતના સ્ટાફે બજાવી છે.