Nagpur,તા.14
સમોસા, જલેબી કે ચા-બિસ્કીટનું નામ સાંભળતા જ ચટપટા સ્વાદનાં શોખીનોનાં મોઢામાં પાણી છૂટવા લાગતુ હોય છે.પરંતુ હવે આ ચીજો આરોગ્ય માટે ખતરનાક હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.
આરોગ્ય મંત્રાલયે નાગપુર એઈમ્સ સહિત કેન્દ્રીય સંસ્થાઓમાં ઓઈલ એન્ડ સુગર બોર્ડ તથા આ નાસ્તા-મિઠાઈમાં ફેટ અને સુગરનું પ્રમાણ દર્શાવતા પોસ્ટર લગાવવાનો આદેશ કર્યો છે. તમાકુનાં ધોરણે જ જંકફૂડને ખતરનાક શ્રેણીમાં મુકવાનું આ પ્રથમ કદમ હોવાનું માનવામાં આવે છે.
પરંપરાગત નાસ્તાની શ્રેણીમાં આવતી આ ચીજોમાં તેલ અને સુગર લેવલ દર્શાવીને સ્વાસ્થ્ય સંબંધી ચેતવણી આપવાનો ઈરાદો છે લાડુ, વડાપાવ તથા પકોડા પણ ચકાસણીનાં તબકકે હોવાના નિર્દેશ છે.
એઈમ્સ નાગપુરનાં અધિકારીઓએ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મળ્યાનુ સ્વીકાર્યું હતું. કાફે-રેસ્ટોરા તથા જાહેર સ્થળોએ તૂર્તમાં આરોગ્ય ચેતવણી આપતા આવા બોર્ડ જોવા મળશે. કાર્ડિયોલોજીક સોસાયટી ઓફ ઈન્ડીયાનાં નાગપુર ચેપ્ટરનાં પ્રમુખ ડો.અમર આમલેએ કહ્યું કે સિગારેટની જેમ ખોરાક સંબંધી ચેતવણી આપવાની દિશાનું આ પ્રથમ કદમ છે. વાસ્તવમાં સુગર તથા ટ્રાન્સફેર સિગારેટ જેવા જ છે પોતે શું ખાઈ રહ્યા છે. તે લોકોએ સમજવુ પડશે.
ભારતમાં મેદસ્વીતાનું પ્રમાણ ચિંતાજનક હોવાથી કેન્દ્ર સરકારે આંતરિક નોંધમાં તેને ગંભીર ગણી છે 2050 સુધીમાં ભારતમાં 44.9 કરોડ લોકો મેદસ્વીની શ્રેણીમાં આવી જવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મેદસ્વી વસતીની શ્રેણીમાં ભારત અમેરિકા પછી બીજા સ્થાને આવી જશે.
અત્યારે પણ શહેરી વસતીમાં દર પાંચમાંથી એક વયસ્ક નાગરીક મેટરની છે. બાળકોમાં વધતી મેદસ્વીતા વધુ ચિંતાજનક છે. ખોરાકમાં કોઈ ડાયેટનું પાલન થતુ ન હોવાથી તથા શારીરીક શ્રમને મહત્વ અપાતું ન હોવાથી આ સ્થિતિ છે.
નિષ્ણાંતોએ કહ્યું કે, લોકોની પસંદગીની ચીજો પર પ્રતિબંધ મુકવાની વાત નથી. પરંતુ લોકોને એલર્ટ કરવાનો ઉદેશ છે. એક ગુલાબજાંબુ ખાવાથી પાંચ ચમચી સુગર પેટમાં જાય છે તેની લોકોને જાણ થવી જોઈએ ડાયાબીટીસ હાઈપર ટેન્શન જેવી બિમારીઓ માટે જવાબદાર આ ચીજો સામે એલર્ટ સર્જવાનાં આ કદમને તબીબો પણ સમર્થન આપી રહ્યા છે.