New York ,તા.14
ભારતીય મૂળનાં અબજોપતિઓની સંખ્યા અમેરિકામાં સૌથી વધુ થઈ ગઈ છે. આ મામલે ભારતે ઈઝરાયેલને પાછળ છોડી દીધું છે.
ફોર્બ્સ ’અમેરિકાઝ રિચેસ્ટ ઇમિગ્રન્ટ્સ 2025 લિસ્ટ’માં ભારતનાં 12 અબજોપતિ છે, જ્યારે ઇઝરાયેલ અને તાઇવાનમાં 11-11 અબજોપતિ છે. જય ચૌધરી 17.9 અબજ ડોલર (1,53,414 કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે અમેરિકાનાં સૌથી ધનિક ભારતીય છે.
હિમાચલ પ્રદેશનાં એક નાનકડા ગામમાં જન્મેલાં જય 1980ના દાયકામાં અભ્યાસ કરવા માટે અમેરિકા ગયા હતા અને ઝેડસ્કેલોપ નામની સાયબર સિક્યોરિટી કંપનીની સ્થાપના કરી હતી.
અમેરિકામાં 902 અરબપતિઓમાંથી 125 અરબપતિઓ 43 દેશોનાં છે. અમેરિકાનાં કુલ અબજોપતિઓમાં વિદેશી મૂળનાં લોકોનો હિસ્સો 14 ટકા છે, તેમની કુલ સંપત્તિ 1.3 ટ્રિલિયન ડોલર છે, જે અમેરિકાનાં અબજોપતિઓની કુલ નેટવર્થના 18 ટકા છે
અમેરિકાનાં સૌથી ધનિક ભારતીયો
1799 કરોડ સાથે જય ચૌધરી
930 કરોડ સાથે વિનોદ ખોસલા
660 કરોડ સાથે ગંગવાલ
500 કરોડ સાથે રોમેશ ટી વાધવાણી
480 કરોડ સાથે રાજીવ જૈન
300 કરોડ સાથે કવિતાર્ક રામ
200 કરોડ સાથે રાજ સરદાના
150 કરોડ સાથે ડેવિડ પોલ
140 કરોડ સાથે નિકેશ અરોરા
110 કરોડ સાથે સત્યા નાડેલા
110 કરોડ સાથે સુંદર પિચાઈ
(કુલ સંપતિ કરોડ ડોલરમાં, 2025ની ફોર્બ્સની યાદીમાં ભારતના અરબપતિઓ)
યુનાઇટેડ સ્ટેટ્સમાં કેટલા અબજોપતિઓ છે ?
જર્મનીનાં 6
ચીનનાં 8
કેનેડાના 9
તાઇવાનના 11
ઇઝરાયેલના 11
ભારતનાં 12
યુનાઇટેડ સ્ટેટ્સના ટોચનાં 3 સૌથી ધનિક વિદેશીઓ
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક છે, જેમની નેટવર્થ 393.1 અબજ ડોલર છે. તેઓ દક્ષિણ આફ્રિકા મૂળનાં છે. ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન બીજા અને તાઈવાનના મૂળની એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે ત્રીજા સ્થાન પર છે.