Morbi,તા.14
મોરબીમાં શ્રાવણ માસ શરુ થાય તે પૂર્વે જ શ્રાવણીયો જુગાર ધમધમતો જોવા મળી રહ્યો છે પોલીસે ત્રણ સ્થળે રેડ કરી જુગાર રમતી મહિલાઓ સહીત કુલ ૧૨ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે વાવડી રોડ પર ઉમિયા પાર્ક સોસાયટીમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતી પુજાબેન અલ્પેશભાઈ શેરશીયા, મેઘનાબેન લલીતભાઈ વડાળીયા, ચેતનાબેન દીપકભાઈ વેગડું, બીનલબેન દીપકભાઈ મિયાત્રા, બંસીબેન ચેતનભાઈ ડોડીયા, ભીખુબેન કિશોરભાઈ પાટડીયા, હેતલબેન કિશોરભાઈ પાટડીયા અને કાજલબેન હિતેશભાઈ પોપટ એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧૯૮૦ જપ્ત કરી છે
બીજી રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નજરબાગ રેલ્વે સ્ટેશન સામે રેડ કરી હતી જ્યાં આરોપી જયેશ ચંદીદાન ઈશરાણી અને હનીફ ઈસ્માઈલ જુણેજા એમ બે ઇસમોને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૫૫૦ જપ્ત કરી છે ત્રીજી રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ફાટક પાસે બ્રીજ નીચે રેડ કરી હતી જ્યાં આરોપી ઇમરાન સામંત માણેક અને હૈદર મોહમદ મોવર એમ બે ઇસમોને ચલણી નોટોના નંબર પર હારજીતનો નોટ નંબરી જુગાર રમતા ઝડપી લીધા હતા પોલીસે રોકડ રૂ ૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે