Morbi,તા.14
મકનસર નજીકથી પોલીસે રીક્ષામાં ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને રીક્ષા અને દારૂ સહીત ૧.૫૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકનસર ચામુંડા હોટેલ સામેથી સીએનજી રીક્ષા જીજે ૨૪ ડબલ્યુ ૭૫૫૦ આંતરી તપાસ કરતા રીક્ષામાંથી દારૂની ૩૬ બોટલ કીમત રૂ ૫૦,૪૦૦ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ, રીક્ષા કીમત રૂ ૧ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧,૫૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી રીક્ષા ચાલક ધર્મેન્દ્ર રૂગનાથભાઈ એરણીયા અને દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા એમ બે ઇસમોને ઝડપી લીધા છે માલ આપનાર આરોપી લાલાભાઈ કાઠી દરબારનું નામ અને વોટ્સએપ નંબર ખુલતા વધુ તપાસ ચલાવી છે