Mangrol, તા.15
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે પુલના સમારકામ શરૂ કરતા સમયે જ આજે એક બાજુનો છેડો તુટ્તા હીટાચી સહીત આઠ લોકો પુલમાં ખાબક્યા હતા પરંતુ સદનશીબે કોઇ જાનહાનિ થઇ ન હતી અને આણંદના ગંભીરા પુલ જેવી દુર્ઘટના ટળી જતા લોકો અને સરકારી તંત્રને હાશકારો થયો છે.
ગંભીરા બ્રિજ ઘટના બાદ નિદ્રાધીન તંત્ર સમગ્ર ગુજરાતના પુલોનો સમારકામ શરૂ કર્યું છે ત્યારે આજક ગામે આત્રોલી ગામેથી કેશોદ તરફ જતા રોડ ઉપર નેત્રાણી નદી પરનો 30 ફુટનો પુલ જર્જરીત હોય જેનું સમારકામ કામ શરૂ કરાયું હતું.
તે સમયે ગામના 70/80 લોકો જોવા ઉમટી પડ્યા હતા તે દરમીયાન રીપેરીંગના પહેલા દિવસે જ પુલનો એક તરફનો છેડો બેસી જતા હીટાચી સહીત 8 વ્યક્તિ ઓ નદીમાં પડયા હતા જે તમામનો બચાવ થયો છે.
આ પુલના સમારકામ સમયે તંત્ર દ્વારા ડાયવર્ઝન ન આપતા આઠ દશ ગામોના લોકોને 20 કીમી સુઘી ફરવું પડે છે, આ પુલ તુટયાને 15 કલાક કરતાં વઘુ સમય થયો હોવા છતાં કોઈ સરકારી તંત્ર કે ચુંટાયેલા પ્રતિનિધિઓ પુલની મુલાકાત લીધી નથી તેમ આજકના સરપંચ રમેશભાઈએ જણાવ્યું હતું.
વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ 9મી જુલાઈએ તૂટી પડતાં 21 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જેમાં એક મૃતદેહ હજુ નથી મળ્યો, ત્યારે વધુ માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે.
મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો નીચે નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી.
ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે. આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હીટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં હીટાચી મશીન નીચે ખાબક્યું હતું.
દુર્ઘટનાનો વીડિયો વાયરલ પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા, પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહિ હોવાથી આવા અકસ્માતો સર્જાય છે.આ રસ્તો છે જાહેર રસ્તો, હજારો વાહનો પસાર થાય છે, અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે, એવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
આ રોડ કેશોદથી માધવપુર સુધીનો છે જે વચ્ચે આજક ગામપાસે આજે પુલનું સમારકામ શરૂ હતું તે સમયે અચાનક પુલનો સ્લેબ ઘરાશય થયો હતો અને પુલ ઉપર ઉભેલા લોકો નદીમા ખાબક્યા હતા પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી
આ રોડ જાહેર રોડ છે અને અહીં રોજના હજારો વાહનો આવન જાવન કરે છે. આ રોડ ઉપર આજક ગામપાસે પુલ રીપેરીંગ કરતા હતા ત્યારે હીટાચી મશીન ચાલતું હતું તે સમયે અમુક લોકો ત્યાં ઉભેલા હતાં.
ત્યારે અચાનક આ પુલનો સ્લેબ પડતા હીટાચી મશીન અંદર ખાબકયુ હતું જ્યારે પુલ ઉપર ઉભેલા લોકોપણ અંદર ખાબક્યા હતાં પરંતુ સદનસીબે જાનહાનિ અટકતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
પંચાયત વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા પુલના રીપેરીંગની લોકોને જાણ કરવામાં આવી હતી અને આજે કામ શરૂ કરાયું હતું.