New Delhi, તા. 15
કોંગ્રેસના ગાંધી કુટુંબ સામેના નેશનલ હેરલ્ડ કેસમાં દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે ચાર્જશીટ વંચાણે લેવા અંગેનો તેનો ચુકાદો હાલ મુલત્વી રાખ્યો છે અને તેના પર તા.29 જુલાઇના નિર્ણય લેશે.
તેના પરથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના અન્ય નેતાઓ સામે નેશનલ હેરલ્ડ કેસ આગળ વધશે કે કેમ તે નિર્ણય લેવાશે. આ અંગેના ઇડીએ મુકેલા ચાર્જશીટમાં એસોસીએટેડ જર્નલ્સ લીમીટેડની રૂા.બે હજાર કરોડથી વધુની કિંમતની મિલ્કતો ફકત રૂા. 90 કરોડની લોન સામે ગાંધી કુટુંબના વર્ચસ્વવાળા યંગ ઇન્ડિયન ટ્રસ્ટને ટ્રાન્સફર કરીને મની લોન્ડરીંગ કરાઇ હોવાનું આરોપ મુકાયો છે.
જેમાં સોનિયા, રાહુલ ગાંધી ઉપરાંત સામ પિત્રોડા સહિતના તમામ સામે ઇડીએ મુકેલા ચાર્જશીટને માન્ય રાખવું કે કેમ તે અદાલત નકકી કરશે.