Jamnagar,તા ૧૫,
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતો મૂળ બિહાર રાજ્યનો વતની વિવેક રાજકુમાર શર્મા નામનો ૩૦ વર્ષનો શ્રમિક યુવાન ગઈકાલે મેઘપર ગામ સામે ભરાતી ગુજરી બજાર નજીકના ગ્રાઉન્ડમાં થી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન એકાએક તેનો પગ લપસી ગયો હતો, અને પાસે જ આવેલા કુવામાં પડી જતાં ડૂબી જવાથી તેનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે તેની સાથે જ મજૂરી કામ કરતા રામબાણસિંઘ મુકુંદસિંઘ રાજપૂતે પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા પોલીસે બનાવના સ્થળે દોડી જઇ મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.