પીસીબી એ દરોડો પાર્ટી ₹1.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો :બબલેશકુમાર ફરાર
Rajkot,તા.15
શહેરના મધ્ય આવેલા જાગનાથ પ્લોટ શેરી નંબર 1માં આવેલ ગંગા એપાર્ટમેન્ટ ના ફ્લેટ નંબર 201 માં પીસીબી એ દરોડો પાડી રૂપિયા 1.34 લાખની કિંમતની 156 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી નાશી છૂટેલા ફ્લેટ ધારક બબલેસ કુમાર યાદવની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સુચનાને પગલે પીસીબી ના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયા અને એમ જે હુણ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે શહેરની મધ્ય આવેલા જાગનાથ પ્લોટ શેરી નંબર 1માં ગંગા એપાર્ટમેન્ટના બીજા માળે 201 માં રહેતો બબલેસ કુમાર યાદવ નામના ફ્લેટમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની એ.એસ.આઇ સંતોષભાઈ મોરી હરદેવસિંહ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ રાહુલગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે સ્ટાફ મહિપાલસિંહ ઝાલા મયુરભાઈ પાલરીયા ઘનશ્યામસિંહ ચૌહાણ , કિરતસિંહ ઝાલા કરણભાઈ મારુ વિરેન્દ્રસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા અને હરદેવસિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો દરોડા દરમિયાન ફ્લેટનું તાળું તોડી હોલમાં કાપડના સાત થેલાની તલાસી લેતા જેમાંથી રૂપિયા 1.34 લાખની કિંમતની 156 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડાની ગંધ આવી જતા ફ્લેટ ધારક બબલેસ કુમાર યાદવ નાશી છુટતા તેને ઝડપી લેવા દોડધામ આદરી છે