પિતા દર મહીનાના પહેલા અને ત્રીજા શનીવારે બાળકને મળી શકવાના હુકમ સામે પત્નીએ કોર્ટમા દાદ માંગી હતી
Rajkot,તા.15
માવતર રહેતી પરિણીતાની ઘરેલું હિંસાની અરજીમાં પતિની પુત્રને મળવા દેવા (વિઝિટેશન રાઈટ્સ)ની અરજી મંજુર કરવામાં આવ્યા બાદ પરિણીતાની આ હુકમ સામે ઉપલી કોર્ટમાં અપીલમાં જવાની અરજી ફગાવી દેવામાં આવી હતી.શહેરના ડ્રીમ સિટી રોડ પર આવેલ આલાપ એવન્યુમાં રહેતી પરિણીતા દેવયાનીએ પતિ અને સાસરિયાઓ સામે રાજકોટની અદાલતમાં ડોમેસ્ટિક વાયોલેન્સ એકટ તળે અરજી દાખલ કરી હતી. જે કેસ ચાલતા પતિએ અદાલતમાં હાજર થઈ પોતાનો જવાબ રજુ કરી અલગથી સગીર સંતાનને લાંબા સમયથી જોયેલ ન હોઈ તેને મળવા માટેના વિઝિટેશન રાઈટસની અરજી કરી હતી, પતિના એડવોકેટ સંદીપ અંતાણીએ દલીલોથી સહમત થઈ અને અદાલતે પતિ એટલે કે સંતાનના પિતા દર મહીનાના પહેલા અને ત્રીજા શનીવારે સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી કોર્ટ સંકુલમાં બાળકને મળી શકશે અથવા પતી પત્ની નકકી કરે તે જગ્યાએ બાળકને મળી શકશે તેવો હુકમ ફરમાવેલ હતો, આ હુકમ થતા પત્ની દેવયાનીના પક્ષ તરફથી તરત આ હુકમ સામે તેમને ઉપરની અદાલતમાં અપીલ કરવી હોઈ હુકમ ૩૦ દિવસ માટે કરવાની અરજી આપી હતી, તેમાં બંને પક્ષની દલીલો સાંભળી કોર્ટે પત્નીની આ અરજી પણ રદ કરી હતી, આમ લાંબા કાનુની જંગ બાદ એક પિતા હવે પોતાના સંતાનને મળી શકવાના હોઈ પિતાએ રાહતનો દમ લીધો હતો. આ કેસમાં પતિ વતી એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયા છે.