વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટીને દંડ 1 માસમાં ન ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ
Rajkot,તા.15
શહેરની વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી. પાસેથી સભાસદ દરજ્જે લીધેલી લોન નો હપ્તો ચૂકવવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે લોન ધારકને મીતેશભાઈ જયંતીભાઈ જાદવને છ માસની કેદની સજાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા મીતેશભાઈ જયંતીભાઈ જાદવએ વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી. પાસેથી સભાસદ દરજ્જે લોન લીધી હતી. જે લોનનો હપ્તા ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં ચેક મુજબનું લેણી રકમ ન ચૂકવતા અંતે
વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. નાં રિકવરી મેનેજર વીશાલભાઈ વાઘેલા દ્વારા કોર્ટમાં મીતેશભાઈ જાદવ સામે ફરિયાદ દાખલ કરી હતી. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ વિશાખા ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. ના એડવોકેટ અનિરૂધ્ધ નથવાણીની દલીલો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવાઓ તથા વડી અદાલતનાં ચુકાદાઓ ઘ્યાને લઈ એડી. ચીફ. જયુડી. મેજી. જે.એ.પટેલ આરોપી મીતેશભાઈ જયંતીભાઈ જાદવને તકસીરવાન ઠરાવી ૬માસની કેદ તથા ચેક મુજબની રકમનો દંડ કરવામાં આવેલ અને જો દંડ એક માસમાં નો ચુકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટતરીકે અનિરૂધ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી, દર્શિત સી. પાટડિયા તથા ધર્મીલ વી. પોપટ રોકાયેલ હતા.