Morbi,તા.16
મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ કારખાનાના ગેટ બહાર રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના આલાપ રોડ શિવ એપાર્ટમેન્ટના રહેવાસી પ્રતિક મનહરભાઈ ફેફરે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૦૭ ના રાત્રીથી તા. ૦૬-૦૭ ના સવારના અરસામાં બેલા ગામની સીમમાં શ્રીરામ પેકેજીંગ કારખાના બહાર બાઈક જીજે ૦૩ ડીકે ૦૨૧૯ કીમત રૂ ૧૫ હજાર રાખ્યું હતું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે