Rajkot,તા.17
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એ પ્રેમ, ભક્તિ અને ધર્મની પરંપરાનો મહાપ્રતિક્ષિત પર્વ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્ર, ઉપદેશ અને જીવનમૂલ્યોને સ્મરણ કરી આપણે જીવનમાં સાચી દિશા મેળવીએ છીએ. કૃષ્ણના કરુણાપૂર્વકના સંદેશો આજે પણ સમસ્ત માનવજાતને શાંતિ અને સુખ તરફ દોરી જાય છે.
જન્માષ્ટમી મહોત્સવ ભક્તિ, સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક વિવિધતામા એકતાનો સંદેશ પાઠવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 40 વર્ષથી રાજકોટની પાવન ભૂમિ ઉપર લાખો ભક્તોની હાજરીમાં ભવ્યાતીત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના સહમંત્રીઅને જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મહા મંત્રી પરેશભાઈ રૂપારેલિયા એ માહિતી આપતા જણાવ્યું કે જન્માષ્ટમીની શોભાયાત્રા નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલયનું ઉદ્ઘાટન તા. 18 ને શુક્રવારે સાંજે 7-00 કલાકે, સ્થળ : HDFC બેન્ક પાસે, ગેસ્ફોર્ડ સિનેમા સામે, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે , રાજકોટ શહેર અને જિલ્લાના સંતો- મહંતોના દ્વારા કાર્યાલયનો દબદબાભેર પ્રારંભ થશે.
આ ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર જન્માષ્ટમી મહોત્સવના માર્ગદર્શન સમિતિના માર્ગદર્શક સર્વ માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, અશોકભાઈ મકવાણા, વનરાજભાઈ ગરેયા, નીતેશભાઈ કથિરિયા માર્ગદર્શન આપશે.
તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી કૃણાલભાઈ વ્યાસ તેમજ રાજદીપ સિંહ જાડેજા (રાજાભાઈ) રાહુલભાઈ જાની, મનોજભાઈ ડોડીયા,વિવિધ સમાજના આગેવાન, વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓના સભ્યો, ધાર્મિક સંસ્થાઓના પ્રમુખો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ વગેરે ખાસ ઉપસ્થિત રહેશે.
કાર્યાલય સમય :
વિશ્વ હિંદુ પરિષદ, રાજકોટ. મનીષભાઈ વડેરિયાએ જણાવ્યું કે કાર્યાલયનો સમય: સવારે 11 થી રાત્રે 11 સુધી રહેશે. આ સમય દરમ્યાન તમામ સંસ્થાઓએ તેમના નામ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ઉપરાંત રાજકોટમાં કેસરિયો માહોલ સર્જવા માટે કેસરી ઝંડા, પતાકા તેમજ ખેસ, અને સાહિત્યનું વિતરણ કરવામાં આવશે. દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટની કાનુડા પ્રેમી જનતાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે.
કાર્યાલય કમિટીની વરણી
વધુમાં, જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, કાર્યાલય કમિટીના સભ્ય રાજુભાઈ ઉંમરણીયા,(9879847306) દિલીપભાઈ દવે(9429018609), પંકજભાઈ તાવીયાની (9824992688)વરણી કરવામાં આવેલ છે. આ સભ્યઓનો કાર્યાલય ઉપર સંપર્ક કરવા વિનયભાઈ કારિયા અનુરોધ કરેલ છે.
વિશ્વ હિંદુ પરિષદ, રાજકોટ તરફથી આપ સૌ ભાવિકોને વિનમ્ર અનુરોધ:
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તરફથી ધર્મપ્રેમી જનતા, મિત્રો, સમાજ સેવી સંસ્થાઓ, વિવિધ મંડળો, જ્ઞાતિ સમાજના આગેવાનો, ટ્રાન્સપોર્ટર ભાઇઓ તેમજ સર્વ હિંદુપ્રેમી જનતાએ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરેલ છે. તેમજ જન્માષ્ટમી નિમિતે યોજાતા તમામ કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. મહોત્સવને સફળ બનાવવા માટે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ વિનમ્ર અનુરોધ કરે છે.