રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૭.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૩૪ સામે ૮૨૭૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૨૧૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૨૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૪૫ સામે ૨૫૨૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૭૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં ટેરિફ મુદ્દે નવી ઉથલપાથલ ઊભી કરી હોવાને લીધે વૈશ્વિક સ્તરે માહોલ અનિશ્ચિત રહેતા આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને એક તરફ ટેરિફ મામલે અનિશ્ચિતતામાં રાખી જીઓપોલિટીકલ ટેન્શન વધારતાં રહી રશીયા પર હુમલો કરવા યુક્રેનને ઉક્સાવ્યા બાદ ફેરવી તોળતાં અનિશ્ચિતતાના આ માહોલમાં વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક બજારમાં પણ સતત સાવચેતી રહી હતી.
જો કે અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલ મામલે વાટાઘાટનો નવો દોર ચાલુ થયો હોઈ અને ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર ૧૯% ટેરિફ અને ૫૦ બોઈંગ જેટ ખરીદવાની શરતી ડિલ કર્યાની જેમ ભારત સાથે પણ આવી શરતી ડિલ કરી ટેરિફ ડિલના નવા વાટાઘાટ શરૂ થયા હોવાના સંકેતો મળ્યા છે, તે છતાં કેટલીક મોટી કંપનીઓના નિરાશાજનક ક્વાર્ટર રિઝલ્ટ્સ અને વૈશ્વિક સ્તરે વ્યાજદરમાં વધારો થવાની શક્યતા તેમજ વિદેશી રોકાણકારો વેચવાલી તરફ વળ્યા હોવાને લીધે ભારતીય બજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડા વચ્ચે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે બહુપ્રતિક્ષિત વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટ્રેક પર હોવાના સંકેત આપ્યા પછી ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, મેટલ, કોમોડિટીઝ, એફએમસીજી, હેલ્થકેર, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ વધ્યા હતા, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૦ અને વધનારની સંખ્યા ૨૦૦૭ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૧.૬૨%, ટ્રેન્ટ ૦.૬૮%, ટાઈટન ૦.૪૫%, ટાટા મોટર્સ ૦.૪૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૩૦%, બજાજ ફાઈનાન્સ ૦.૨૪% અને સન ફાર્મા ૦.૧૮% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટેક મહિન્દ્ર ૨.૭૬%, ઈન્ફોસિસ ટેકનોલોજી ૧.૬૧%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૦%, ઈટર્નલ ૦.૯૭% લાર્સન ૦.૭૮%, ટાટા કન્સલ્ટન્સી ૦.૭૪%, એક્સિસ બેન્ક ૦.૬૮%, બજાજ ફિનસર્વ ૦.૬૦% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૫૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડાએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૯ લાખ કરોડ વધીને ૪૬૦.૭૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૭ કંપનીઓ વધી અને ૨૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારત સાથેની અમેરિકાની ટ્રેડ ડિલ કેટલાક મહત્વના મામલે ઘોંચમાં પડી જઈ ફરી વાટાઘાટના તબક્કામાં આવી પડેલી આ ડિલને લઈ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. બ્રાઝિલ પર ૫૦% ટેરિફ અને ઈન્ડોનેશિયા પર ૧૯% ટેરિફ અને ૫૦ બોઈંગ જેટ ખરીદવાની શરતી ડિલ કર્યાની સાથે ટ્રમ્પ ભારત માટે પણ પોતાની જિદ પૂરી નહીં થવાના સંજોગોમાં આકરાં ટેરિફ લાદવાનું જાહેર કરીને ભારતને સ્તબ્ધ કરી શકે છે. જે સંજોગોમાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે.
ચોમાસું સારૂ રહ્યું હોઈ આ પોઝિટીવ પરિબળ સામે કોર્પોરેટ ઈન્ડિયાના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં આ વખતે અનેક પડકારોને લઈ પરિણામોમાં સાધારણથી નબળી શકયતાઓ જોવાઈ રહી છે. જેથી આ પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ટ્રમ્પના ટેરિફ મામલે સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
તા.૧૮.૦૭.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૭.૦૭.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૧૭૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૭૭ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૨૦૨ પોઈન્ટ થી ૨૫૨૭૨ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૭ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ટેક મહિન્દ્રા ( ૧૫૬૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૪૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૨૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૮૩ થી રૂ.૧૫૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૮૪ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરના આ સ્ટોક રૂ.૧૪૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૯૬ થી રૂ.૧૫૦૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૯૦ ) :- રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ બીજા સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૮૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૯૮ થી રૂ.૧૩૦૮ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૨૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ભારત ફોર્જ ( ૧૨૩૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૧૮૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૨૪૭ થી ૧૨૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૪૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૪ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એક્સીસ બેન્ક ( ૧૧૬૫ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૦૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૪૦ થી રૂ.૧૧૨૩ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૧૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૫૭ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૩૦ થી રૂ.૧૧૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૫૪ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૩૦ થી રૂ.૧૦૧૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૪ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૯૦૩ ) :- રૂ.૯૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૮૭ થી રૂ.૮૭૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૪૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!