Morbi,તા.17
બેલા ગામ નજીક આવેલ કારખાનાના ગેટ પાસેથી બાઈક ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ બાઈક રીકવર કર્યું છે
આલાપ રોડ શિવ એપાર્ટમેન્ટના રહેવાસી પ્રતિક મનહરભાઈ ફેફરે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે બેલા (રં) ગામ નજીક શ્રી રામ પેકેજીંગ કારખાનાના ગેટ બહાર રાખેલ બાઈક ચોરી થયું હતું પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને જુના ઘૂટું રોડ સીમ્પોલો સિરામિક પાસેથી બે ઈસમો બાઈક સાથે પસાર થતા રોકીને બાઈકના કાગળો માંગતા તેની પાસે ના હતા અને બાઈક જીજે ૦૩ ડીકે ૦૨૧૯ મોટરસાયકલની ખરાઈ કરતા બાઈક ચોરી થયાનું ખુલ્યું હતું જેથી તાલુકા પોલીસ આરોપી વિક્રમ મસાભાઈ વાજેલીયા અને કાન્તીભાઈ કરશનભાઈ ચારોલીયા રહે બંને સામખીયારી કચ્છ વાળાને ઝડપી લઈને બાઈક રીકવર કર્યું છે