Morbi,તા.17
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોએ આવેદન આપ્યું
પવિત્ર શ્રાવણ માસ નજીક છે અને હિન્દુઓના પવિત્ર શ્રાવણ મહિનામાં મોરબી ખાતે નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોએ જીલ્લા કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નરને આવેદન પાઠવ્યું છે
આવેદનમાં જણાવ્યું છે કે તા. ૨૫ જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનો શરુ થઇ રહ્યો છે હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો અતિ પવિત્ર અને ધાર્મિક મહત્વવાળો માનવામાં આવે છે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવજીની વિશેષ આરાધના અને ઉપાસના કરવામાં આવે છે મોરબી શહેર અને તાલુકાના અનેક વિસ્તારો જેવા કે ખાટકીવાસ મોરબી જ્યાં હિંદુ ધર્મના દેવી દેવતાઓના મંદિરો આવેલા છે ત્યાં નોનવેજ પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે જેથી હિંદુ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે અને પવિત્રતામાં વિક્ષેપ થાય છે જેથી શ્રાવણ માસ દરમિયાન મોરબી જીલ્લામાં તમામ જાહેર નોનવેજની દુકાનો, હોટેલ અને ખાદ્ય સામગ્રીના વેચાણ પર પ્રતિબંધ મુકવા માંગ કરી છે