મુર્શિદાબાદનો નાસિર નામનો વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની આશંકાના કારણે લાલગોલા ડિટેન્શન સેન્ટરમાં બંધ છે
Kolkata, તા.૩૦
કોલકત્તા હાઇકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે મતદાર આઇડી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બૅંક એકાઉન્ટ ભારતીય નાગરિકતાનો પુરાવો ન હોવાનો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. મુર્શિદાબાદનો નાસિર નામનો વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની આશંકાના કારણે લાલગોલા ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. જસ્ટિસ દેબાંગ્સુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ શબ્બર રશીદીની પીઠે રાજ્ય સરકારની કાર્યવાહીમાં દખલ કરવાનો પણ ઇનકાર કરી દીધો છે.
બાંગ્લાદેશી હોવાની આશંકાના કારણે નાસિર ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. કોર્ટે નાસિર અને તેના પિતરાઈ ભાઈ સુમન મોલ્લાને ભારતીય નાગરિક સાબિત કરવા માટે અનેક તકો આપી હતી, જોકે તેઓ તે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. નાસિર કોર્ટમાં પોતાનું જન્મ-પ્રમાણપત્ર રજૂ કરી શક્યો નથી. તેની તરફથી સુમને કોર્ટમાં એક મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બૅંકની પાસબુક રજૂ કરી હતી.
હાઇકોર્ટની પીઠે આ દસ્તાવેજોને નાગરિકતાનો ચોક્કસ કે પાક્કો પુરાવો માનવાનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, “મતદાર ઓળખપત્ર ભારતીય નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી, તે માત્ર મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોવાનો જ પુરાવો છે. જીૈંઇ પ્રક્રિયા કરતી વખતે નાસિરનું નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાયું હતું.”
આ સાથે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, “આધાર કાર્ડ પણ ભારતીય નાગરિકતાનો પાક્કો પુરાવો ન હોઈ શકે. આ ઉપરાંત કોર્ટે પાન કાર્ડ અને બૅંક એકાઉન્ટના દસ્તાવેજો મામલે પણ આવી જ ટિપ્પણી કરી છે.” કોર્ટે અરજદાર નાસિર અને સુમનની દાનત પર શંકા વ્યક્ત કરી છે. તેમના દાવામાં ઘણી વિસંગતતા સામે આવી છે. સુમને દાવો કર્યો હતો કે, નાસિરના પિતાનું ૧૯૮૦માં નિધન થયું હતું, જેના કારણે તેણે જ નાસિરની દેખરેખ રાખી છે. કોર્ટે સુમનનો આ દાવો ફગાવી દીધો છે, કારણ કે રૅકોર્ડ મુજબ નાસિરની ઉંમર ૪૬ વર્ષ છે, જ્યારે તેની દેખરેખ રાખતો હોવાનો દાવો કરનાર સુમનની ઉંમર ૩૮ વર્ષ છે.
પોલીસ પૂછપરછમાં સુમને પોતાને નાસિરનો પિતરાઈ ભાઈ હોવાનો દાવો કર્યો હતો, જોકે પછી તેણે કોર્ટમાં નાસિર તેના કાકા હોવાનું કહ્યું હતું. નાસિરે પોતાના માતા-પિતાનું નિધન થયું હોવાનું અને તેમને દફન કર્યા હોવાનું કહ્યું હતું, પરંતુ માતા-પિતાને ક્યાં દફન કરાયા છે તેની માહિતી તે આપી શક્યો નહોતો. આ બાબતે કોર્ટે ટિપ્પણી કરી કે, જો નાસિરે દફન કરેલું સ્થળ દર્શાવ્યું હોત તો ડ્ઢદ્ગછ ટેસ્ટ કરાવીને સત્ય જાણી શકાયું હોત.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલે પીઠને કહ્યું હતું કે, નાસિરે પોલીસ કસ્ટડીમાં કબૂલાત કરી હતી કે તે એક બાંગ્લાદેશી નાગરિક છે અને વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યો હતો.

