New Delhi, તા.18
ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવાના તકે ભારત સરકારે ’ડિજિટલ ઇન્ડિયા રીલ સ્પર્ધા’ શરૂ કરી છે. આ સ્પર્ધામાં, એક સર્જનાત્મક રીલ બનાવવાની રહેશે, જે ડિજિટલ ઇન્ડિયાની અસર દર્શાવે છે.
ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયાના 10 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક ખાસ ’ડિજિટલ ઇન્ડિયા રીલ કોન્ટેસ્ટ’ શરૂ કરી છે, જે 1 જુલાઈ 2025 થી 1 ઓગસ્ટ 2025 સુધી ચાલશે.
આ કોન્ટેસ્ટમાં ભાગ લઈને, તમે 15,000 રૂપિયા સુધીનું રોકડ ઇનામ જીતી શકાશે. આ તક એવા લોકો માટે છે જેમણે ડિજિટલ ઇન્ડિયા પહેલ જેમ કે ઓનલાઈન સરકારી સેવાઓ, ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ અથવા નાણાકીય સાધનો દ્વારા પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કર્યો છે.
ટોપ 10 ઈનામો આપવામાં આવશે
ટોચના 10 વિજેતાઓને 15,000 રૂપિયા મળશે
આગામી 25 વિજેતાઓને 10,000 રૂપિયા મળશે
આગામી 50 વિજેતાઓને 5,000 રૂપિયા મળશે
રીલ બનાવવાની શરતો
► રીલ ઓછામાં ઓછી 1 મિનિટ લાંબી હોવી જોઈએ.
► વિડીયો ઓરિજિનલ હોવો જોઈએ અને પહેલાં ક્યારેય પોસ્ટ ન થયેલ હોવો જોઈએ.
► રીલ હિન્દી, અંગ્રેજી અથવા કોઈપણ ભારતીય ભાષામાં હોઈ શકે છે.
► સરકાર દ્વારા નિર્દિષ્ટ લિંક પર રીલ અપલોડ કરવાની રહેશે.
શું છે સ્પર્ધા ?
તમારે એક સર્જનાત્મક રીલ બનાવવાની રહેશે. જે ડિજિટલ ઇન્ડિયાની અસર દર્શાવે છે. 1 મિનિટ કે તેથી વધુ સમયની રીલમાં તમારી વ્યક્તિગત વાર્તા અથવા અનુભવ બતાવવા જે જણાવે છે કે ડિજિટલ ઇન્ડિયાએ તમારા જીવનને કેવી રીતે વધુ સારું બનાવ્યું છે.
કેવી રીતે ભાગ લેવો?
ડિજિટલ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ્સની મુલાકાત લઈને સ્પર્ધા માટે નોંધણી કરાવી. ડિજિટલ ઇન્ડિયાની કોઈપણ સેવાઓ (જેમ કે ઓનલાઈન સરકારી પોર્ટલ, ડિજિટલ પેમેન્ટ, ઈ-એજ્યુકેશન અથવા ટેલિમેડિસિન) ની તમારા જીવન પરની અસર દર્શાવતી તમારી રીલ બનાવી. 1 ઓગસ્ટ, 2025 પહેલા ઉલ્લેખિત પ્લેટફોર્મ પર MP4 ફોર્મેટમાં રીલ અપલોડ કરવો.