Junagadh,તા.18
જૂનાગઢમાં ઓનલાઈન ડિલીવરી કરતી કંપનીના કર્મચારીઓએ ફોન ગ્રાહકોને પહોંચાડવાના બદલે ચોરી કરી લીધા હતા. આ અંગેની તપાસ બાદ બે કર્મચારીઓએ 4 લાખથી વધુની કિંમતના 13 મોબાઈલ ફોન ચોરી કર્યાનું સામે આવતા બંને સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. શહેરના મોતીબાગ નજીક આવેલા કોમ્પ્લેક્ષમાં ઈ-કાર્ટ ઓફિસ ઈન્સ્ટા કાર્ટ વેરહાઉસની બ્રાન્ચ આવેલી છે. ગત માર્ચ માસમાં ગ્રાહકોને ડિલીવરી કરવાના ૧૩ મોબાઈલ ફોન ઓફિસમાંથી ગુમ થયા હતા. આ મોબાઈલ ફોન અનટ્રેસેબલ ડેટામાં હોવાથી મેનેજરે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં ઓફિસમાં શોર્ટર તરીકેની કામગીરી કરતો રોહિત હેમંત રાઠોડ શોર્ટીંગ કરતી વખતે ફોન ચોરી કરતા જોવા મળ્યો હતો.