Morbi,તા.18
રેલ્વે સ્ટેશન રોડ પર અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને એક ઇસમેં યુવાનને છરી વડે પડખાના ભાગે ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ અમરસિંહજી મિલ સામે રહેતા જયેન્દ્રસિંહ મધુભા ઝાલાએ આરોપી ઉત્તમસિંહ ભગીરથસિંહ ગોહિલ રહે વાંકાનેર સ્વપ્નલોક સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જયેન્દ્રસિંહને આરોપી ઉત્તમસિંહ સાથે અગાઉ બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખીને આરોપી રેલ્વે સ્ટેશન રોડ પર ચાવાળની દુકાન પાસે યુવાનને છરી વડે પડખાના ભાગે ઈજા કરી હતી અને ગાળો આપી હતી વાંકાનેર સીટી પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે