Jamnagar તા ૧૮
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક રાજ ચેમ્બર ની પાછળના ભાગમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા બળવંતસિંહ બાલુભા વાળા નામના ૬૫ વર્ષના બુઝુર્ગે પોતાનું બાઈક ઘર પાસે પાર્ક કર્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.