Jamnagarતા ૧૮
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસે ગોકુલ નગર નજીક પ્રજાપતિ સોસાયટીમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે.
જામનગરમાં પ્રજાપતિ સોસાયટી વિસ્તારમાંથી જાહેર ગંજીપાના વડે જુગાર રમી રહેલા યોગેશ જીતુભા ગોહિલ, અમરશીભાઈ કમાભાઈ પરમાર, જગદીશ દેવાભાઈ સોલંકી, લખમણભાઇ સામતભાઈ પરમાર અને લખમણભાઇ રામજીભાઈ કેર સહિત પાંચ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦૫૦ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.