ગેજેટ પ્રસિદ્ધિ માં વિલંબ, છૂટાછેડા કેસમાં ડીંકરી હુકમનામું, બિનજરૂરી કવેરી, અને કચેરીનું વાતાવરણ પ્રજા લક્ષી રાખવા પગલાં લેવા માંગ
Rajkot,તા.18
રાજકોટ રેવન્યુ બાર એસો, દ્વારા ગુજરાત સરકાર ગેજેટ વિભાગ રાજકોટ ના મેનેજર જી આર પટેલ ને પત્ર લખી સરકારી પ્રેસ કચેરીની વહીવટી વિસંગતતા દૂર કરવા માંગ કરી છે.રાજકોટ રેવન્યુ બાર એશો ના પ્રમુખ રમેશભાઈ કથીરિયા સેક્રેટરી વિજયભાઈ તોગડીયા એ પત્ર પાઠવી છુટાછેડા ના કેસમાં ગેજેટ કચેરીમાં ડીંકરી લેવામાં રહેતી મુશ્કેલી દૂર કરવા, ઈ ગેજેટ પ્રસિધ્ધિ માં વિલંબ અને બિનજરૂરી કવેરી ની હેરાનગતિ બંધ કરવા ની સાથે સાથે કચેરીમાં ગેજેટ ની અરજી સ્વીકારતા કર્મચારીઓનું વાણી વર્તન અયોગ્ય હોય તેને સુધારી ઓફિસનું વાતાવરણ પ્રજાલક્ષી બનાવવા માંગ કરી છે.સરકારી પ્રેસ ગેજેટ ઓફિસમાં વહીવટી સુધાર પ્રક્રિયા આગળ ધપાવવા અને ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી હાલની વેબસાઈટમાં ઓનલાઇન કે રૂબરૂમાં પેમેન્ટ સ્વીકારવામાં આવતું નથી માત્ર પોસ્ટ ઓફિસના મની ઓર્ડરનો આગ્રહ રાખવામાં આવે છે આ તમામ સમસ્યા દૂર કરવા માંગ કરી છે.