લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં ક્વાર્ટરમાં જુગાર રમતી બે મહિલા સહિત પાંચ ઝડપાયા:રૂ.૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે
Rajkot,તા.18
શ્રાવણ માસ પૂર્વે અલગ અલગ સ્થળે જુગારના પાટલા મંડાયા છે. ત્યારે રૈયા ગામમાં વાડીમાં જાહેરમાં ચાલતા જુગાર ધામ પર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જુગારનો દરોડો પાડી , વકીલ અને વેપારી સહિત આઠ પત્તા પ્રેમીને ઝડપી લઇ, જુગાર ના પટ્ટમાં રૂ.૬૬.૭૦૦ની રોકડ કબ્જે કરી છે. તેમજ પ્ર.નગર પોલીસની ટીમે લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં ક્વાર્ટર માં જુગાર રમતી મહિલા સહિત પાંચને ઝડપી લઇ, રોકડ અને મોબાઈલ મળી રૂ. ૮૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ,ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ.એસ ગરચર સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એ એસ આઈ અનિલભાઈ સોનારા અને કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સિટી પાછળ અમૃત પાર્ક ૭માં રહેતા અને રૈયા ગામમાં વાડી ધરાવતા દેવરાજભાઈ રવજીભાઈ સખીયા તેની વાડીમાં જાહેરમાં જુગારનોઅખાડો ચલાવી રહ્યો છે. બાતમી પરથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે વાડીમાં દરોડો પાડી , જુગાર રમતા દેવરાજભાઈ રવજીભાઈ સખીયા, મવડી ચોકડી પાસે આવેલી લાભદિપ સોસાયટી શેરી નંબર ૦૧ માં રહેતો રવિ અશોકભાઈ ફાચરા નામના વેપારીને, મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે રહેતા અને ઇમિટેશનનો વેપાર કરતા હર્ષદ હંસરાજભાઈ વાડોદરિયા, મોરબી રોડ પર રોયલ પાર્ક સોસાયટીના ધવલ પરસોત્તમભાઈ કમાણી, સાધુ વાસવાની રોડ પર આવેલા અતુલ્ય ગોલ્ડ એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર 303માં રહેતો ધવલ ઘુસાભાઇ સખીયા, યુનિવર્સિટી રોડ પર કેરેલા પાર્ક, આઇકોન ગોલ્ડ એપાર્ટમેન્ટ, પ્લેટ નંબર 503માં રહેતા વેપારી અમૃત છગનભાઈ ભાલોડીયા, સાધુવાસવાણી સ્કૂલ ની બાજુમાં આવેલા ઉત્સવ પાર્ક સોસાયટી શેરી નંબર ૧માં રહેતા અને ખેતી કરતા દિનેશ કાનજીભાઈ સખીયા અને રૈયા રોડ પર આવેલા રામેશ્વર પાર્ક સોસાયટી શેરી નંબર ૪માં રહેતા અને વકીલાત કરતા કિશોર ભીખાભાઈ સાકરીયા નામના પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૬૬.૭૦૦ની રોકડ કબ્જે કરી છે. આદરોડા ની કામગીરી પીએસઆઇ એ એસ ગરચર, એ.એસ.આઇ સમીરભાઈ શેખ, અનિલભાઈ સોનારા, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણા સહિતના સ્ટાફે બજાવી છે. જ્યારે બીજા જુગારના દરોડામાં, પ્ર. નગર પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રેલ નગર વિસ્તારમાં આવેલા હાલો રાજુભાઈ લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ ક્વાર્ટર નંબર ૨૨માં રહેતા દક્ષાબેન ગૌતમભાઈ સોલંકી તેના મકાનમાં જુગાર રમાડી રહ્યા છે. જેથી પોલીસે તેના ક્વાર્ટર માં જુગારનો દરોડો પાડી જુગાર રમતા દક્ષાબેન સોલંકી સહિત, લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ માં રહેતા જીજ્ઞાબેન મહેશભાઈ મકવાણા, નિખિલ રાજેશભાઈ ચંદારાણા, કણકોટ રોડ પર પંચશીલ નગરમાં રહેતો નિખિલ રાજેશભાઈ ચંદારાણા, અભિષેક દિલીપભાઈ વાળા અને બજરંગ વાડીમાં પુનિત નગરમાં રહેતો હિરેન મહેશભાઈ મોડ નામના પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગાર ના પટમાંથી ચાર મોબાઈલ અને રોકડ મળી, રૂ.૮૦ હજારનો મુદ્દા માલ કબ્જેકર્યો છે.