Jammu and Kashmir તા.19
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની તલાશ માટે જમ્મુ-કાશ્મીર પોલીસે જોરદાર તલાશી અભિયાન ચાલુ કર્યા છે. 10 જગ્યાએ એકશન લેવા શરૂ કર્યા છે. આ બારામાં અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર પોલીસની કાઉન્ટર-ઈન્ટેલિજન્સ વિંગ એક આતંકી મામલાના બારામાં ખીણમાં અનેક જગ્યાએ તલાશી કરી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (સીઆઈકે) દ્વારા કાશ્મીર ખીણમાં ચાર જિલ્લામાં 10 જગ્યાએ તલાશી અભિયાન ચાલુ છે.આતંકવાદી સ્લીપર સેલ અને ભરતી મોડયુલનો પતો મેળવવા માટે તલાશી થઈ રહી છે. ગાંદરબલમાં 6 જગ્યાએ તેમજ બડગામમાં બે અને પુલવામાં અને શ્રીનગરમાં એક-એક જગ્યાએ તલાશી અભિયાન ચાલુ છે.