Morbi,તા.19
બાઈક ચાલકોને રોડ ના દેખાય તેટલા પાણી ભરાઈ ગયા,
ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
મોરબીમાં મોટો વિરામ લીધા બાદ આજે ફરી મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી સવારે ૧૦ વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસવાનું શરુ થયું હતું અને ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા તો છેલ્લા બે ત્રણ દિવસથી અતિ ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી અને બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો
મોરબીમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો સવારે ૧૦ થી ૧૨ વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબી તાલુકામાં ૫૦ મીમી બે ઇંચ વરસાદ નોંધાયો હતો અને બાદમાં ૧૨ થી ૨ દરમીયાન પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા અને શનિવારે સવારથી સાંજ સુધી વરસાદ જોઈએ તો માળિયા તાલુકામાં ૦૬ મીમી, મોરબી તાલુકામાં ૫૬ મીમી, ટંકારા તાલુકામાં ૦૬ મીમી અને હળવદ તાલુકામાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો વાંકાનેર પંથકમાં વરસાદ નોંધાયો નથી
શનાળા રોડ, પંચાસર રોડ સહિતના મુખ્ય માર્ગો પાણી પાણી
મોરબીના નેતાઓ ચેલેન્જ રાજનીતિમાં વ્યસ્ત હતા અને કામગીરી કરવાનો સમય હતો ત્યારે સમયસર જાગ્યા ના હતા જેને પરિણામે આજે વરસાદ વરસતા જ શહેરના મુખ્ય માર્ગ એવા શનાળા રોડ, પંચાસર રોડ પર પાણી ફરી વળ્યા હતા ટૂ વ્હીલર તો છોડો કાર લઈને પણ પસાર ના થઇ સકાય તેટલા પાણીના તલાવડા જોવા મળ્યા હતા રોડ ક્યાય નજરે પડતો ના હતો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું અને કોઈ તળાવ કે સરોવરમાંથી પસાર થતા હોય તેવું વાહનચાલકોને લાગી રહ્યું હતું મોરબીના ખાનપર-કોયલી રોડનું ચાલુ વરસાદે કામ કે બુદ્ધિ પ્રદર્શન
મોરબીમાં આજે અનેક દિવસોના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો શહેર અને તાલુકામાં સારો વારસદ વરસ્યો હતો જોકે આટલા દિવસ વરસાદ ના હોવા છતાં તંત્રને કામ યાદ ના આવ્યું હતું અને આજે ચાલુ વરસાદે કામ જોવા મળ્યું હતું ખાનપરથી કોયલી રોડનું કામ ચાલુ વરસાદે કરી તંત્રએ બુદ્ધિ પ્રદર્શન કર્યું હતું તેવી ચર્ચા ગ્રામજનોમાં જોવા મળી હતી