Morbi,તા.19
વાંકાનેર જકાતનાકા રેલ્વે બ્રીજ હાઈવે રોડ પર ક્રેટા કારમાંથી એલસીબી ટીમે ૬૭૫ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને કાર સહીત કુલ રૂ ૬.૪૦ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી તરફથી કાર જીજે ૧૦ સીજી ૪૬૩૦ વાળીમાં દેશી દારૂનો મોટો જથ્થો ભરી આવતી હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ગાડી પસાર થતા રોકવાનો ઈશારો કરતા ગાડી અથડાવી થોડે દુર ગાડી ઉભી રાખી ચાલક નાસી ગયો હતો જે રેઢી પડેલી ક્રેટા કારમાંથી દેશી દારૂ ૬૭૫ લીટર કીમત રૂ ૧,૩૫,૦૦૦ નો જથ્થો મળી આવતા એલસીબી ટીમે દેશી દારૂ અને કાર કીમત રૂ ૫ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૬,૪૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને ફરાર કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે