Morbi,તા.19
મોરબી શહેરના નાગરિકોને આંદોલન વિના કામો નહિ થાય તે વાત સમજાઈ ગઈ હોય તેમ તંત્રની આટલી ખાતરી બાદ પણ નાગરિકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને રસ્તા રોકો આંદોલન હજુ જોવા મળી રહ્યા છે આજે રાજપર રોડ પર મહિલાઓ સહિતનાઓએ રોડ બ્લોક કરી ચક્કાજામ કર્યો હતો
મોરબીના રાજપર રોડ પરની ધરમનગર સોસાયટી પાસે સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાના અભાવે ચક્કાજામ કર્યો હતો જેથી વાહનોની અવરજવર બંધ થઇ હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડ રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને રોષે ભરાયેલા સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા વિસાવદરના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારનાર મોરબીના ધારાસભ્ય મોરબીના કામોની ચેલેન્જ ક્યારે સ્વીકારે છે તેની નાગરિકો રાહ જોઈ રહ્યા છે હાલ તો ચકકાજામના દ્રશ્યો મોરબીમાં સામાન્ય બની ગયા છે