Morbi,તા.19
વાંકાનેરના જેતપરડા રોડ પર આવેલ કારખાનામાં પતરાનું કામ કરતી વખતે પડી ગયેલ યુવાનને ઈજા પહોંચતા મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલી-જેતપરડા રોડ પર આવેલ પ્રોમેકટ કારખાનામાં કામ કરતા પાગ્લીયા શ્યામલાલ ચૌહાણ નામના શ્રમિક પતરા રીપેરીંગ કરતી વખતે પડી જતા વાંકાનેર હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જતા હતા ત્યારે રસ્તામાં જ મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે