America તા.21
શું ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ધરપકડ કરાવી? એફબીઆઈના એજન્ટોએ ઓબામાની ધરપકડ કરી હોય તેવો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે. જોકે આ વિડીયો એઆઈ ટેકનોલોજીથી તૈયાર કરાયેલો બોગસ નિકળ્યો છે.
વિડીયોની શરૂઆતમાં ઓબામાને એમ કહેતા દર્શાવવામાં આવ્યા છે કે રાષ્ટ્રપતિ કાનુનથી ઉપર નથી ત્યારબાદ અનેક અમેરિકી નેતાઓનાં નિવેદન જોવા મળે છે. જેઓ બોલે છે કાનુનથી ઉપર કોઈ નથી.
વિડીયોમાં જોવા મળે છે કે બે એજન્ટ ઓબામાને હાથકડી પહેરાવી રહ્યા છે અને ટ્રમ્પ પાસે સ્મિત કરતા જોવા મળે છે. ઓબામાં કેદીની વર્દીમાં જોવા મળે છે જોકે આ વિડીયોના મામલે ટ્રમ્પે હજુ સ્પષ્ટતા કરી કે આ વિડીયો બોગસ છે.
ટ્રમ્પ દ્વારા કોઈ સ્પષ્ટીકરણ વિના આ વિડીયો પોસ્ટ કરવો એ અનેક લોકોને ગંભીર બેજવાબદાર લાગ્યુ છે. આલોચકોનું કહેવુ છે કે આવા વિડીયોથી આમ જનતા ગેરમાર્ગે દોરાઈ શકે છે. આ વિડીયો એવા સમયે બહાર આવ્યો છે.જયારે ટ્રમ્પે હાલમાં જ ઓબામા પર ચૂંટણી કૌભાંડનાં આરોપ લગાવ્યા હતા