New Delhi,તા.21
પેટ્રોલીયમ ક્ષેત્રનાં નિયામક પીએનજી આરબીએ શહેરી ગેસ રિટેલ વિક્રેતાઓને આદેશ કર્યો છે કે, ખોરાક રાંધવા માટે ઘરોમાં પાઈપ લાઈનથી આવતા પ્રાકૃતિક ગેસ (પીએનજી) માટે એક સમાન કિંમત વસુલે આમ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી એક નિશ્ચિત ઉપયોગ સીમાથી વધુ કિંમત વસુલવાની પ્રવૃતિ પર અંકુશ લગાવી શકાય.
પેટ્રોલીયમ તેમજ પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ (પીએનજીઆરબી)એ એક નોટીસમાં કહ્યું છે કે, એવુ જાણવામાં આવ્યું છે કે, કેટલાંક શહેરી ગેસ વિતરણ (સીજીડી) કંપનીઓ પીએનજીનાં ઘરેલુ ગ્રાહકો માટે વધતા ભાવ નિર્ધારણ સંરચના લાગુ કરી રહી છે.
જયાં વપરાશ પૂર્વ નિર્ધારીત સીમાથી વધુ હોવા પર પ્રાકૃતિક ગેસના દર એકમ (માન્ય ઘન મીટર) કિંમત વધી જાય છે. પીએનજી આરબીએ કહ્યું હતું કે, આવી પ્રથા ખોટી છે.
નિયામકે કહ્યું હતું કે, આ પ્રકારનો મુલ્ય નિર્ધારણ વ્યવહાર અજાણતા સબસીડીવાળા પ્રશાસિત મુલ્ય તંત્ર (એપીએમ) ગેસના બિન અધિકૃત ઉપયોગને પ્રોત્સાહન આપી શકે છે. નિયામકે જોકે આવી પ્રથામાં સામેલ સીજીડી કંપનીઓના નામ નથી બતાવ્યા.