New Delhi તા.21
દેશમાં રાજકીય વાતાવરણ ફરી ગરમ થવા લાગ્યું છે અને આ વર્ષના અંતે યોજાનારી બિહાર ચૂંટણી ઉપરાંત આગામી વર્ષના પ્રારંભે જ મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્વેનું આ રાજયનું વાતાવરણ પણ હવે ગરમ થઈ ગયું છે તે સમયે મહારાષ્ટ્રમાં એક ટોચના નેતાએ કરેલા દાવા મુજબ શિવસેના (ઉધ્ધવ) ઠાકરે જુથના ઓછામાં ઓછા ત્રણ સાંસદો ભાજપમાં જોડાઈ શકે છે.
જે રીતે મહારાષ્ટ્રમાં મરાઠી અને હિન્દી ભાષીનો મુદ્દો ગરમ બન્યો છે તેથી ભાજપને પણ ડેમેજ થવાનો ભય છે અને તે પૂર્વે તે ઠાકરે જૂથને નબળુ પાડવાની કોશીષ કરી શકે છે અને ભાજપના સુત્રોએ જણાવ્યું કે લોકસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધી શકે છે.