Alaska,તા.21
અમેરિકાનાં અલાસ્કામાં ભૂકંપના જોરદાર ઝટકા આજે સવારે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.2 મેગ્નીટયુડ નોંધાઈ હતી. ભુકંપનુ કેન્દ્ર જમીનથી 48 કિલોમીટર નીચે નોંધાયુ હતું. આ પહેલા રશીયામાં પણ ભૂકંપનાં સતત ત્રણ ઝટકા લાગ્યા હતા.
છેલ્લા કેટલાંક દિવસોમાં આ બીજો ભૂકંપ છે. જયારે અલાસ્કાની ધરતી ભૂકંપથી હલી છે.આ પહેલા 17 જુલાઈએ અલાસ્કામાં 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ ભૂકંપનું કેન્દ્ર ધરતીથી 36 કિલો મીટર નીચે હતું ગઈકાલે અલાસ્કા પાસે રશીયાના પૂર્વી કિનારે પણ ભૂકંપના સતત 3 ઝટકા આવ્યા હતા. જેની તીવ્રતા 6.4 અને 6.7 ની આંકવામાં આવી હતી. ત્યારબાદ રશીયા સહીત અમેરિકાનાં હવાઈ આઈલેન્ડ માટે સુનામી એલર્ટ જાહેર કરાયુ હતું.