Bhavnagar,તા.21
ભાવનગર શહેરના કરચલિયા પરાના ધનાનગર વિસ્તારમાં એક બાઈક ચાલક પૂરપાટ ઝડપે પસાર થતા એક યુવકે બાઈક ચાલકને ધીમું ચલાવવાનું કીધું હતું.જે બાદ બાઈક ચાલકે યુવક સાથે બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઘરે જતો રહ્યો હતો અને બાદમાં બાઇક ચાલક ઘરે જઈ તેના સગા ભાઈ ને બાઈક પાછળ બેસાડી યુવક ના ઘરે જઈ બંને ભાઈઓ એ યુવકને સરાજાહેર છાતી ઉપર છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ બનાવમાં યુવકને બચાવવા તેના સબંધીઓ વચ્ચે પડતા તેમને પણ આરોપીએ છરી ઝીંકી, ઇજા કરી નાસી છુટ્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલિયાપરાના ધનાનગર વિસ્તારમાં રહેતા રોહિતભાઈ ઉર્ફે ગોપાલ હિંમતભાઈ બારૈયા (ઉ.વ. 30) પોતાના ઘરે પરિવાર સાથે બેઠા હતા તે વેળાએ તેના ઘર પાસે થી ગૌતમ મનોજભાઈ પરમાર પૂરપાટ ઝડપે બાઈક લઈને પસાર થયો હતો. જેને રોહિત ભાઈએ ગૌતમ ને બાઈક ધીમે ચલાવવાનું કહ્યું હતું.
જે મામલે ગૌતમે રોહિતભાઈ સાથે બોલાચાલી કરી, કેમ કાતર મારો છો તેમ કહી, રોહિત ભાઈને જાનથી મારીનાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. અને માહોલ શાંત થતા રોહિત ભાઈ તેના ઘરની બહાર ચોક પાસે ગયા હતા.જ્યાં અચાનક થી ગૌતમ પરમાર તેના ભાઈ યુવરાજ પરમારને તેની બાઇક પાછળ બેસાડી આવી રોહિતભાઈ પાસે ધસી આવી રોહિત ભાઈ કઈ સમજે એ પહેલા જ ગૌતમ અને યુવરાજ પરમારે રોહિતભાઈ ને છાતી તેમજ શરીરના અન્ય અંગો પર ઉપરા છાપરી છરી ના ઘા ઝીંકી દીધા હતા જે વેળાએ રોહિતભાઈ ને બચાવવા, આવેલા મનીષાબેન, ભરતભાઈ ને પણ ગંભીર માર મારતા ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ બનાવ માં રોહિતભાઈ ને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.આ ઘટનામાં ગૌતમભાઈને પણ ઇજા થતા તેને પણ સારવારમાં ખસેડાયા હતા.
રોહિત ભાઈ તેની પુત્રી અને પરિવારના સભ્યો સાથે હતા તે વેળાએ જ રોહિત ભાઈ ને છરી ઝીંકી દેવાઈ હતી જે વેળાએ તે સમગ્ર ઘટના તેમની પુત્રી એ જોતા તેમની તબિયત લથડતા તેમને પણ સારવારમાં ખસેડાઈ હતી. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ વધુ તપાસી ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર જિલ્લામાં ત્રણ દિવસમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે.