Gondal તા.21
ગોંડલ જાહેરજીવન નાં જુના જોગી અને કર્મઠ આગેવાન પ્રભાતસિંહ જાડેજા (પી.આર )ની પ્રથમ પુણ્યતિથીએ નગરપાલિકા દ્વારા રેલ્વેસ્ટેશન ચોક ને પી.આર જાડેજા ચોક નામકરણ કરવામાં આવ્યું હતુ.
આ નિમિતે તેમના પુત્ર નાગરિક બેંક નાં વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજા તથા પરીવાર દ્વારા રાજપુત સમાજ ભવન ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયુ હતુ જેમા 200 બોટલ રક્ત એકત્રીત થયુ હતુ.
રક્તદાન કેમ્પ માં ઉપસ્થિત પુર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરષોતમભાઇ રુપાલા એ પી.આર.જાડેજાને જાહેરજીવન નાં તપસ્વી ગણાવી વિરોચિત શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
આ વેળા જાડેજા પરીવાર ઉપરાંત યુવા અગ્રણી ગણેશભાઈ, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી,નાગરિક બેંક ચેરમેન કિશોરભાઈ કાલરીયા,જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,અશોકભાઈ પીપળીયા,પ્રફુલભાઈ ટોળીયા,કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા,યાર્ડ નાં ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.રાત્રે યોજાયેલા લોકડાયરા ને લોકોએ મોડી રાત સુધી માણ્યો હતો.