Gondal તા.21
ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે પૂર્વ તલાટી મંત્રી દ્વારા સરકારી જમીન વેચા મારવાના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધર્મેશ રત્નાભાઇ હાપલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકારી જમીન બારોબાર વેચી નાખી હતી.
સરકારી કર્મચારીએ પોતાના હોદાનો દૂર ઉપયોગ કરી
પ્રતિ ચોરસ મીટર 1100 લેખે અંદાજિત 70 લાખ રૂપિયાની જમીન વેચી નાખવામાં આવી હતી.. ભારતીય દંડ સંહિતાની અલગ અલગ કલમો હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરકારી કર્મચારીએ પોતાના હોદાનો દૂર ઉપયોગ કરી સરકારી જમીન બારોબાર વેચી નાખી સહિતની અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
તાલુકા પોલીસ દ્વારા ધર્મેશ હાપલિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયાની સાથે અન્ય કોણ કોણ હતા? તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
વર્તમાન તલાટી ભાવેશભાઈ ઉદેશીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રાકુડા ગ્રામ પંચાયત (તા.ગોંડલ) ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે તા-01/08/2024થી ફરજ બજાવું છું. અને મેં ત્રાકુડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો તે પહેલા ધર્મેશભાઈ રત્નાભાઈ હાપલિયા તા-16/01/2021 થી તા-31/07/2024 સુધી તલાટી કમ મંત્રી તરીકે ત્રાકુડા ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતા હતા.
01/08/2024થી મેં ત્રાકુડામાં તલાટી કમ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો હતો.ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે નવા ગામતળની જમીનના પ્લોટોના વેચાણ બાબતે થયેલ ગેરરીતી અનુસંધાને જવાબદાર તલાટી કમ મંત્રી વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરવા અમોને અધિકૃત કરવામાં આવેલ હોય જે અન્વયે જણાવવાનું કે, અમો તા-01/08/2024થી ત્રાકુડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળેલ છે.
ગઇ તા. 15/0 7/2025ના રોજ ગ્રામ પંચાયત ખાતે ગામ નમુના નંબર 2નું રેકર્ડ જોતા સમયે ગામ નમુના નં.2-2મા ક્રમ નં. 713થી ક્રમ નં. 744 સુધીની નોંધમા મંજૂરીના લખાયેલ હુકમના કોલમમાં મંજુરી આપનાર અધિકારીનો હોદો તથા હુકમ નંબ2 લખેલ હોય પરંતુ તેમા તારીખ લખેલ ન હોય તેમજ રેકર્ડ ફાઇલમાં ગામ નમુના નં.2માં નોંધ થયેલ મિલ્કતોનો લે-આઉટ પ્લાન ફાઇલમાં ન હોય.
જેથી શંકા જતા અમોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત રાજકોટને આ બાબતે યોગ્ય તપાસ કરવા તા. 16/07/2025થી પત્ર મોકલાવેલ હતો.તા.19/07/2025ના રોજ વડી કચેરીએ ગ્રામ પંચાયત ત્રાકુડાના રેકર્ડ સાથે બોલાવી અમોને રેકર્ડ ચકાસણી કરવાનું જણાવતા જે રેકર્ડ ચેક કરતા જેમાં ત્રાકુડા ગામે સ.નં.91 પૈકીની જમીનમાં સને-2008 માં પ્રાંત અધિકારી ગોંડલ દ્વારા 100 ચો. વાર મફત રહેણાંક હેતુ માટે પ્લોટ ફાળવવા કુલ એ, 5-00 ગુંઠાનું નવુ ગામતળ નીમ થયેલ હોય.
જેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા સદરહું નીમ થયેલ નવા ગામતળની જમીનમાં 100 ચો.વાર મફત રહેણાંક હેતુ પ્લોટ માટેનો લે-આઉટ પ્લાન મંજુર કરવામાં આવેલ ન હોય તેમ છતા પુર્વ તલાટી કમ મંત્રી ધર્મેશભાઈ હાપલીયાએ તેઓની ત્રાકુડા ગામેની તલાટી કમ મંત્રી તરીકેની ફરજ દરમ્યાન સક્ષમ સનાધિકારીની કોઈપણ પ્રકારની પુર્વ મંજૂરી લીધા વિના મનસ્વી રીતે ગામતળમાં જાહેર હરરાજીની પ્રક્રિયા કર્યા વિના આસામીઓ અનઅધિકૃતરીતે બનાવટી હુકમ અને સનદ બનાવી આપેલ છે. આ બનાવમાં પુર્વ તલાટીએ રૂ।0 લાખનો આર્થિક લાભ મેળવેલ છે. આ બનાવમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થવા પામેલ છે.