Jamnagar તા.21
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુઓએ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવી સંપૂર્ણ નાબુદ કરવા સુચના આપેલ હોય જેથી જામનગર ગ્રામ્ય ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધાના માર્ગદર્શન તથા સૂચના મુજબ ધ્રોલ પો.સ્ટે.ના પો.ઈન્સ. એચ.વી.રાઠોડની સુચના મુજબ ધ્રોલ પો.સ્ટે.ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહિ ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.
દરમ્યાન ધ્રોલ પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ. રાજેશભાઈ કે.મકવાણા તથા કલ્પેશભાઈ ડી. કામરીયા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ સી. જાડેજા તથા કરણભાઈ એન.શીયારને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ધ્રોલ તાલુકાના ગઢડા ગામની સીમમાં આવેલ મહેન્દ્રસિંહ ઉર્ફે મેદુભા જાડેજાની કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં તેઓ ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે .
જેથી સદર બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા આરોપી વિદેશી દારૂની બોટલો નંગ 228 તથા બીયર ટીન નંગ 64ના પ્રોહી મુદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીનુ નામ મહેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા જાડેજા (ઉ.વ.37, ધંધો:ખેતી, રહે.ગઢડા ગામ, તા.ધ્રોલ, જી.જામનગર) તથા દારૂનો જથ્થો આપનાર રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (રહે.દરબારગઢ, ભચાઉ, જી.કચ્છ) જે પકડવાના બાકી છે.
આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીની વિદેશી દારૂની કુલ બોટલો તથા બિયર નંગ 292 કી.રૂા.14,000/- મળી આવેલ છે. આ કામગીરી ધ્રોલ પો.સ્ટે.ના પો.ઈન્સ. એચ.વી.રાઠોડ, પો.હેડ.કોન્સ. રાજેશભાઈ જે. મકવાણા તથા કલ્પેશભાઈ ડી.કામરીયા તથા હરદેવસિંહ જે.જાડેજા તથા પો.કોન્સ. નાગજીભાઈ પુંજાભાઈ ગમારા તથા કરણભાઈ એન.શીયાર રઘુવીરસિંહ સી.જાડેજાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.