Morbi,તા.21
મોરબીમાં રસ્તા રોકો આંદોલનનો ટ્રેન્ડ શરુ થયો હતો અને નાગરિકો રોડ પર ઉતરી આવતા નેતાઓ અને અધિકારીઓ દોડતા થયા બાદ રાતોરાત કામગીરી થવા લાગી છે રોડ રસ્તા રીપેરીંગ કામગીરી થઇ રહી છે ત્યારે હવે એસટીના ધાંધિયાથી કંટાળી વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી ગયા છે મહેન્દ્રનગર ગામે કલાકોથી ચક્કાજામ કરવામાં આવ્યો છે અને કોઈ સાંભળનાર ના હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે
મોરબીના મહેન્દ્રનગર ગામે એસટી બસના ધાંધિયાથી વિદ્યાર્થીઓએ કંટાળી આજે ચક્કાજામ કર્યું હતું વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને લગભગ ત્રણ કલાક જેટલા સમયથી ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મહેન્દ્રનગર ગામે એસટી બસો આવતી નથી અને દરરોજ ૮૦ જેટલા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આજે કંટાળી ગયેલા વિદ્યાર્થીઓએ એસટી બસો રોકી ચક્કાજામ કરી દીધો હતો અને ત્રણ કલાક જેટલા સમયથી વિરોધ પ્રદર્શન છતાં કોઈ નેતા, અધિકારી કે એસટી ડેપો મેનેજર ડોકાયા ના હતા જેથી રોષ ભભૂક્યો હતો અને સ્પેશ્યલ બસ નહિ મુકાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા નિર્ધાર કર્યો હતો
મહેન્દ્રનગર ચોકડીએ સ્ટોપ આપવા ધારાસભ્યની માંગ બાદ નિગમે સુચના આપી, અમલવારી કોણ કરાવશે ?
આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડી ખાતે વિદ્યાર્થીનીઓએ હંગામો મચાવ્યો હતો અને બસના સ્ટોપ નહિ હોવાથી એસટી બસો રોકી ચક્કાજામ આંદોલન કર્યું હતું અંદાજે ત્રણ કલાક કરતા વધુ ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા જે અંગે ધારાસભ્યએ અગાઉ કરેલ રજૂઆત અને એસટી નિગમે ડેપો મેનેજરને આપેલી સુચનાનો પત્ર મીડિયાને આપ્યો હતો જેમાં એસટી રાજકોટ વિભાગીય નિયામક દ્વારા સ્ટોપ આપવા અંગે સુચના આપવા છતાં તેની અમલવારી કરવામાં આવી નથી
મહેન્દ્રનગર ચોકડી ચક્કાજામ અંગે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મીડિયાને માહિતી આપતા અગાઉ તેઓએ ૨૦૨૪ માં કરેલી રજૂઆત અને તેનો એસટી નિગમ દ્વારા મળેલા પત્રો આપ્યા હતા જેમાં એસટી નિગમના મુખ્ય પરિવહન અને વાણીજ્ય વ્યવસ્થાપક દ્વારા તા. ૧૪-૦૮-૨૪ અને ૧૭-૦૯-૨૪ ના પત્રમાં જણાવ્યું હતુ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ રજૂઆત સંદર્ભે મહેન્દ્રનગર ગામથી નીકળતી તમામ લોકલ બસોને મહેન્દ્રનગર ચોકડી ખાતે સ્ટોપ આપવા માંગ કરી હતી જેથી લોકલ બસ સર્વીસોને સ્ટોપેજ આપી અમલવારી કરવા સંલગ્ન વિભાગને સુચના આપવામાં આવી છે
તેમજ તા. ૧૮-૦૯-૨૦૨૪ ના રોજ એસટી રાજકોટ વિભાગીય નિયામક દ્વારા રાજકોટ, ગોંડલ, જસદણ, સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા, વાંકાનેર, મોરબી અને ચોટીલા ડેપો મેનેજરને પત્રથી મહેન્દ્રનગર ચોકડીનો તમામ લોકલ બસ સર્વિસમાં સમાવેશ કરવા સુચના આપી હતી અને આ સ્ટોપની અચૂક અમલવારી થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું જોકે પત્ર વ્યવહાર અને સુચના આપ્યાને ૧૦ માસનો સમય વીત્યા છતાં હજુ અમલવારીની રાહ જોવાઈ રહી છે તો ધારાસભ્ય માત્ર પત્રવ્યવહાર કરી ખુશ જોવા મળે છે ખરેખર પ્રશ્નો ઉકેલાયો છે કે નહિ તેની ચકાસણી કરી હોત તો આજે વિદ્યાર્થીઓને ચક્કાજામનો સહારો લેવાની જરૂર ના પડી હોત તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે