Morbi,તા.21
ટંકારાના લજાઈ ગામે મારામારી થતા છરી કાઢી એક ઘા મારી ઈજા પહોંચાડી હતી તેમજ બાદમાં વીરપર ગામના બસ સ્ટેન્ડ પાસે પાંચ ઇસમોએ એક ઈસમને ધોકા, પાઈપ અને ધારિયા વડે માર મારી ઈજા કરી હતી ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારાના લજાઈ ગામના હસમુખભાઈ જીવાભાઈ ચાવડાએ આરોપી ગૌતમ ભલાભાઈ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અન્ય સાથે ગટરના કામ અંગે લજાઈ ગામના સ્મશાન પાસે વાતચીત કરતા હતા ત્યારે આરોપી ગૌતમ સારેસા આવી તારો સાહેબ કોણ છે જેથી ફરિયાદીએ ગ્રામ પંચાયત જઈને પૂછ કહેતા છરી કાઢી એક ઘા મારી ઈજા કરી હતી
સામાપક્ષે ગૌતમ ભલાભાઈ સારેસાએ આરોપીઓ અશોક જીવા ચાવડા, પ્રિન્સ અશોક ચાવડા, ઋત્વિક અશોક ચાવડા, રોહિત પ્રેમજી ચાવડા અને હાર્દિક નરેશ ચાવડા રહે બધા લજાઈ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અશોક ચાવડાએ ફરિયાદી ગૌતમને તારા ઘરની સામે મોબાઈલ ટાવર ઉભો કરવો છે તારાથી થાય તે કરી લેજે કહીને ગાળો આપી તેમજ અન્ય ઈસમો ગાડીમાં આવી વીરપર ગામના બસ સ્ટેન્ડ પાસે લાકડાના ધોકા, લોખંડ પાઈપ અને ધારિયા વડે ફરિયાદી ગૌતમને માથામાં અને શરીરે માર મારી ઈજા કરી હતી ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે