Morbi,તા.22
ચીફ ઓફિસર, ડીવાયએસપીની ઉપસ્થિતિમાં ડીમોલીશન કામગીરી કરવામાં આવી
ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તે માટે વાંકાનેર નગરપાલિકા ટીમ વિવિધ કામગીરી કરી રહ્યું છે વરસાદી પાણીના નિકાલ પર દબાણો ખડકી દેવામાં આવ્યા હોય જે દબાણો હટાવવા આજે પાલિકા તંત્રએ કમર કસી હતી અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ૧૨ કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા
વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના માર્ગદર્શન હેઠળ આજે વરસાદી પાણીના નિકાલ પર ખડકી દેવામાં આવેલ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ડીવાયએસપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તંત્રએ ૮ પાકા અને ૪ કાચા એમ કુલ ૧૨ મકાનો જેસીબીથી તોડી પાડ્યા હતા વરસાદના સમયમાં વરસાદી પાણીના નિકાલ હોય તેવા વોકળા સહિતના સ્થળોએ ગેરકાયદે દબાણોને કારણે પાણી ભરાવવા સહિતની સમસ્યા રહેતી હોય છે જેના ઉપાયરૂપે આજે તંત્રએ દબાણો હટાવ્યા હતા આજે ડીમોલીશન કરી કુલ ૫૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર પાસેથી જાણવા મળ્યું છે